શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 16 ઑક્ટોબર 2019 (18:32 IST)

Ayodhya વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી, 23 દિવસમાં આવશે કોર્ટનો નિર્ણય

- સુનાવણી એક કલાક પહેલા 4 વાત્યે જ ખતમ થઈ ગઈ 
- 23 દિવસ પછી આવશે સુપ્રીમ કોર્ટનો નિર્ણય 
- મધ્યસ્થતા પૈનલે પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી 
- સુન્ની વક્ફ બોર્ડના કેસ પરત લેવા મધ્યસ્થતા કરવા કે દવો છોડવાની વાત અફવાહ - મુસ્લિમ પક્ષકાર 
- મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત અનેકની સુરક્ષા વધારવામાં આવી 
 
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. 23 દિવસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે.  આજે નક્કી સમયના એક કલાક પહેલા સુનાવણી ખતમ થઈ ગઈ. કોર્ટે કહ્યુ કે આગામી ત્રણ દિવસ સુધી આ મામલે દસ્તાવેજ જમા કરાવી શકય છે. સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે. બુધવારનાં આ સુનાવણીનો 40મો દિવસ હતો અને અંતિમ દિવસ હતો. હિંદુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિંદુ મહાસભા, રામ જન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રાખવામાં આવી તો મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને પોતાની દલીલો રાખી. સુપ્રીમ કોર્ટે આ મામલો પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
 
સુપ્રીમ કોર્ટમાં સૌથી અંતમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટે લિખિત સોગંદનામું, મોલ્ડિંગ ઑફ રિલીફને રિલીફમાં જમા કરવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, “નકશા પરથી લાગે છે કે રામ ચબૂતરો અંદર હતો.” આના પર રાજીવ ધવને કહ્યું કે, “બંને તરફ કબ્રસ્તાન છે. ચબૂતરો પણ મસ્જિદનો ભાગ છે. ફક્ત ઇમારત જ નહીં, પરંતુ આખી જગ્યા મસ્જિદનો ભાગ છે.” 

અયોધ્યા જમીન વિવાદ મામલે આજે છેલ્લા દિવસની સૂનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જોરદાર ડ્રામા સર્જાયો હતો. કોર્ટરૂમમાં જ જજોની બેંચ સામે મુસ્લીમ પક્ષના વકીલે અયોધ્યા સંબંધીત એક નકશો ફાડી નાખ્યો હતો. જેને લઈને કોર્ટમાં ભારે ડ્રામા થયો હતો.
 
આ ઘટના બાદ હિંદુ મહાસભાના વકીલ અને મુસ્લીમ પક્ષના વકીલ વચ્ચે ચકમક ઝરી હતી. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિરાશા વ્યક્ત કરી હતી.
 
નકશો ફાડવાની ઘટના બાદ કોર્ટમાં વકીલો વચ્ચે તીખી ચચા થઈ હતી. જેને લઈને ચીફ જસ્ટિસ સહિત આખી બેંચે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો આ ચર્ચા આવી રીતે જ ચાલતી રહી તો તેઓ ઉભા થઈને જતા રહેશે. જેના પર હિંદુ મહાસભાના વકીલે કહ્યું હતું કે, તે કોર્ટનું સંપૂર્ણ રીતે સમ્માન કરે છે, તેમણે કોર્ટની કોઈ જ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી.
 
આજે જ ખતમ થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવની શરૂ થઈ ગઈ છે. બધા પક્ષકારોએ પોતાની તરફથી લેખિત નિવેદન કોર્ટમાં રજુ કર્યા છે. સુર્પીમ કોર્ટે આ દરમિયાન કોઈપણ ટોકાટાકી પર મનાઈ કરે છે.  ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે હવે બહુ થયુ. સાંજે 5 વાગ્યા સુધી આ મામલાની સંપૂર્ણ સુનાવણી પુર્ણ થશે અને આ ચર્ચાનો અંત થશે. 
 
SC નો નિર્ણય સ્વીકારીશુ - આ મામલામાં પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યુ છેકે સુર્પીમ કોર્ટે આ કેસમાં જે પણ નિર્ણ્ણય કરશે તેઓ માનશે.  તેમણે અપીલ કરતા કહ્યુ કે નિર્ણય જેના પણ પક્ષમાં આવે તેને માનવો જોઈએ.  લોકો શાંતિથી કોર્ટના નિર્ણયનુ સમ્માન કરે. અમે હંમેશાથી દેશનો વિકાસ ઈચ્છીએ છીએ. 
 
 
નિર્ણય માટે તૈયાર છે અયોધ્યા ? સુપ્રીમ કોર્ટમાં આ વિવાઅદની સુનાવણીનો આજે અંતિમ દિવસ આવતા જ અયોધ્યામાં પણ ચર્ચા ઝડપી થઈ ગઈ છે. અયોધ્યા જીલ્લામાં 10 ડિસેમ્બર સુધી ધારા 144 લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સંતોનુ પહોંચવુ શરૂ થઈ ગયુ છે. અયોધ્યામાં કોઈ પણ રીતે પરિસ્થિતિ ન બગડે એ માટે સુરક્ષાબલ પણ ગોઠવાઈ છે. 
 
17 ઓક્ટોબરના રોજ શુ થશે ? સુપ્રીમ કોર્ટની તરફથી આ મામલાની સુનાવણીનો અંતિમ દિવસ 17 ઓક્ટોબર સુધી નક્કી કરવામાં આવ્યુ હતુ. પણ ચર્ચા માટે અંતિમ દિવસ 16 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરના 'મૉલ્ડિંગ ઓફ રિલીફ' માટે રિઝર્વ  રાખવામાં આવ્યુ છે. આ દરમિયાન બંને પક્ષકાર પોતાની માંગ સુર્પીમ કોર્ટની સામે મુકશે. 
 
 
આજે કોણ કેટલી વાર સુધી કરશે દલીલ ? સુપ્રીમ કોર્ટમાં આજે હિન્દુ પક્ષની તરફથી નિર્મોહી અખાડાના વકીલ પોતાની અંતિમ દલીલ આપશે. બુધવારે હિન્દુ પક્ષના વકીલ સીએસ, વૈદ્યનાથનને ચર્ચા માટે 45 
મિનિટ મળશે.  આ ઉપરાંત હિન્દુ પક્ષકારોના અન્ય વકીલોને પણ આટલો જ સમય મળશે.  પછી મુસ્લિમ પક્ષના વકીલ ધવનને અજ્વાબ આપવા માટે 1 કલાકનો સમય મળશે. 
 
અયોધ્યા પર અંતિમ ચર્ચા - દસકાઓથી ચાલી આવી રહેલ અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ હવે પોતાના અંતિમ સમયમાં છે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આ વિવાદ પર અંતિમ ચર્ચા થવાની છે. આજે બંને પક્ષો તરફથી અંતિમ દલીલો મુકવામાં આવશે.  મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એવા સંકેત આપ્યા હતા કે 16 ઓક્ટોબરના રોજ સુનાવણી ખતમ થઈ જશે.