શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (11:22 IST)

અયોધ્યામાં ભવ્ય દિવાળી મનાવવાની શરૂઆત, આજે 12 લાખ દિવા પ્રગટાવીને બનશે રેકૉર્ડ

યુપીની યોગી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે. 
 
અયોધ્યા મંદિર આજે 12 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે. આ દિવડાઓ પ્રજવલિત કરવા 36 હજાર લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..દિપ પ્રજવલિત કરવા લાખની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વોલિયેન્ટર તરીકે કાર્યકરી રહ્યાં છે. અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે. 
 
આ દિપોત્સવમાં મુખ્ય અતિથિ કિશન રેડ્ડી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ સહિતના અગ્રણીઓ બપોરના 2:40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક ખાતે હેલિપેડ પર ઉતરશે.