શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 1 એપ્રિલ 2021 (15:39 IST)

Bengal Election Phase 2 voting- નંદીગ્રામમાં મમતાની સામે જય શ્રી રામના નારા લગાવતા હિંસા વચ્ચે 71.૦7 ટકા મતદાન

ભાજપના કાર્યકરે આત્મહત્યા કરી છે
પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર છે. ભાજપનો આક્ષેપ છે કે કાર્યકર્તાએ ટીએમસીના દબાણમાં આ પગલું ભર્યું હતું.

બપોરે 3 વાગ્યા સુધી 71.07 ટકા મતદાન
પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી, પરંતુ એકંદરે મતદાન અત્યાર સુધી શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં 71.07 ટકા મતદાન નોંધાયું છે.

હિંસા વચ્ચે 29.27 ટકા મતદાન, ભાજપના કાર્યકર્તાએ આત્મહત્યા કરી
 
સવારે 11 વાગ્યા સુધી 29.27 ટકા મતદાન
ચૂંટણી પંચ મુજબ સવારે 11 વાગ્યા સુધી બંગાળમાં 29.27 ટકા મતદાન યોજાયું છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
 
ભાજપ નેતા તન્મય ઘોષની કારમાં તોડફોડ કરવામાં આવી હતી
બંગાળના કેશપુરમાં બૂથ નંબર 173 પર મહિલા મતદાન એજન્ટને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ટીએમસી કાર્યકરો ઉપર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ મૂકાયો છે. આ દરમિયાન ભાજપના સ્થાનિક નેતા તન્મય ઘોષની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે ટીએમસી હિંસાને ભડકાવી રહ્યું છે, જે શાંતિપૂર્ણ ચૂંટણીઓ તરફ દોરી રહ્યું નથી. કેશપુરના ભાજપના ઉમેદવારે પણ કેન્દ્રિય સુરક્ષા દળો સક્રિય ન હોવાનો આક્ષેપ કર્યો હતો.