Saugat-e-Modi: - ઈદની ખુશીઓ પર મોદીની ભેટ, 32 લાખ મુસ્લિમ ઘરો સુધી પહોચશે સૌગાત-એ-મોદી
આ કોઈ ઢોંગ નથી પણ એક એવા સમાચાર છે જે મીડિયાની ચર્ચામા છવાયા છે. ભારતીય જનતા પાર્ટી જે સરકારી કરારમા મુસલમાનોના કથિત રૂપે 4 ટકા અનામતનો વિરોધ કરતી આવી છે. આ વખતે ઈદ પર દેશના 32 લાખ મુસ્લિમ પરિવારોને ખાસ ભેટ આપવા જઈ રહી છે. મંગળવાર 25 માર્ચના રોજ ભાજપાએ આ પોતાના અભિયાન સૌગાત-એ-મોદી ની શરૂઆત કરી દીધી છે. જેના હેઠળ નિમ્ન કક્ષાનો મુસ્લિમ વર્ગને ઈદ મનાવવા માટે જરૂરી સામાનોથી ભરેલી એક કિટ વિતરિત કરવામાં આવશે.
આ કિટમાં મહિલાઓ માટે સૂટ અને પુરૂષો માટે કુર્તા-પાયજામાનુ કાપડ, દાળ, ચોખા, સેવઈ, સરસવનુ તેલ, ખાંડ, માવા, ખજૂર જેવી જરૂરી વસ્તુઓ સામેલ છે. આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર શરૂ કરવામાં આવ્યુ છે અને તેને ભાજપાના અલ્પસંખ્યક મોર્ચાના નેતૃત્વમા ચલાવવામાં આવી રહ્યુ છે. અભિયાનનો ઉદ્દેશ્ય આ સુનિશ્ચિત કરવાનુ છે કે ગરીબ મુસ્લિમ પરિવાર પણ ઈદની ખુશીઓ મનાવી શકે.
ભાજપા અલ્પસંખ્યક મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યુ, ઈદના દિવસે 31 માર્ચના રોજ દેશના 32 લાખ ગરીબ મુસ્લિમ પરિવારો સુધી આ ભેટ પહોચાડવામાં આવશે. અમારુ લક્ષ્ય છે કે કોઈપણ ગરીબ આ તહેવારથી વંચિત ન રહે. તેમણે જણાવ્યુ કે મોર્ચાના 32 હજાર કાર્યકર્તા દેશભરની 32 હજાર મસ્જિદો સાથે મળીને આ કિટનુ વિતરણ કરશે. દરેજ મસ્જિદ દ્વારા 100 ગરીબ લોકોને મદદ પહોચાડવાનુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે.
આ અભિયાન દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારથી શરૂ થયો. જ્યા ભાજપાના વરિષ્ઠ નેતાઓએ કિટ વિતરણનો શુભારંભ કર્યો. આ પહેલને લઈને પાર્ટીનુ કહેવુ છે કે આ 'સબકા સાથ, સબકા વિકાસ' ના નારાને સાકાર કરવાની દિશામા એક પગલુ છે. જો કે વિપક્ષી દળોએ આને આગામી ચૂંટણી સાથે જોડીને રાજનીતિક રણનીતિ કહ્યુ છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અફજાલ અંસારીએ તંજ કસતા કહ્યુ, મુસલમાનોને ભેટ નહી ઈંસાફ જોઈએ, આ કિટ વહેંચતા પહેલા તેમના હકની વાત કરો.
આ અભિયાન હેઠળ તૈયાર કરવામા આવેલ દરેક કિટની કિમંત 500 થી 600 રૂપિયા બતાવાય રહી છે. ભાજપાનો દાવો છે કે આ પહેલ ફક્ત ગરીબ મુસ્લિમ પરિવારોને મદદ જ પ્રદાન નહી કરે પણ તેમના સામાજીક સમાવેશને પણ પ્રોત્સાહન આપશે. જેમ જેમ ઈદ નિકટ આવી રહી છે એ જોવાનુ રસપ્રદ રહેશે કે આ અભિયાન કેટલુ પ્રભાવી સાબિત થાય છે અને તેની રાજનીતિક પરિદ્રશ્ય પર શુ અસર પડે છે.