ગુરુવાર, 6 માર્ચ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 3 માર્ચ 2025 (11:52 IST)

કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માને કહ્યુ 'જાડિયો', BJP બોલી - 'આ બોડી શેમિંગ છે'

rohit sharma
rohit sharma
 
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્મા આ સમયે ચર્ચાનો વિષય બન્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ ચેમ્પિયંસ ટ્રોફી 2025ના સેમીફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેંડને હરાવીને પોતાની 3 મેચ જીતી લીધી છે.  જો કે કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માને લઈને કંઈક એવુ નિવેદન અપ્યુ છે જેના પર હંગામો મચી ગયો છે. કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્મા માટે જાડિયો અને અપ્રભાવી કપ્તાન બતાવ્યો છે. ભાજપાએ તેના પર ભડકતા કોંગ્રેસી પ્રવક્તા પર બોડીશેમિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.  

 
કોંગ્રેસ પ્રવક્તાએ શુ કહ્યુ ?
કોંગ્રેસની પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માને લઈને  X પર લખ્યુ - રોહિત શર્મા એક ખેલાડીના રૂપમા જાડા છે. તેમણે વજન ઓછુ કરવાની જરૂર છે. કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે આગળ એ પણ કહ્યુ કે રોહિત શર્મા નિસંદેહ ભારતના અત્યાર સુધીના અપ્રભાવી કપ્તાન છે. 
 
 બોડી શેમિંગ કરવુ દુસ્સાહસ છે - રાધિક ખેડા  
 કોંગ્રેસના પ્રવક્તા દ્વારા રોહિત શર્માના અપમાનથી ભાજપ ગુસ્સે છે. ભાજપ મહિલા નેતા રાધિકા ખેડાએ લખ્યું, "કોંગ્રેસના પ્રવક્તા દ્વારા રોહિત શર્માનું બોડી શેમિંગ કરવું એ ખરેખર એક દુસ્સાહ છે. આ એ જ કોંગ્રેસ છે જેણે દાયકાઓ સુધી ખેલાડીઓનું અપમાન કર્યું અને તેમને માન્યતા આપવાનો ઇનકાર કર્યો અને હવે તે ક્રિકેટના દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરે છે? એક પાર્ટી જે ભત્રીજાવાદ પર ખીલે છે તે સ્વ-નિર્મિત ચેમ્પિયનને ભાષણ આપી રહી છે?"
 
કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ
રાધિકા ખેડાએ કોંગ્રેસના પ્રવક્તા પર નિશાન સાધતા લખ્યું - "રોહિત શર્મા એક વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે. તમારા નેતા, રાહુલ ગાંધી પોતાની પાર્ટીનો નાશ કર્યા વિના કેપ્ટનશીપ પણ કરી શકતા નથી. કોંગ્રેસના પ્રવક્તાઓએ ભારતને ગૌરવ અપાવનાર વ્યક્તિનું અપમાન કરવાને બદલે તેમની સુસંગતતા, વિશ્વસનીયતા અને ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતના ગૌરવ પર સસ્તા હુમલા કરતા પહેલા કોંગ્રેસે તેના ડૂબતા રાજવંશની ચિંતા કરવી જોઈએ."