1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (08:43 IST)

માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું

નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પોતાનું કાળુનાણાંનો ખુલાસો કરી ટેક્સ અને પેનલ્ડી ભરીને લોકો પોતાના રૂપિયા બચાવી શકતા હતા. આ યોજના અંતર્ગત 21000 લોકોએ 4900 કરોડ રૂપિયના કાળાનાણું જાહેર કર્યું છે.નોટબંધી પછી જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં  ૨૪૫૧ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. આ યોજના ૩૧ માર્ચે પૂરી થઈ હતી.  આવકવેરા દ્વારા કેટલાક કિસ્સામાં જેમણે બ્લેક મની જાહેર કર્યાં છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
યોજના પૂરી થયા પછી મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે આ  યોજનાનો જોઈએ તેવો સારો પ્રતિસાદ મળ્યો નથી. 
 
જે કરચોરો બ્લેક મની ધરાવે છે તેવાં લોકોને જાહેર કરેલી રકમ પર ૫૦ ટકા ટેક્સ, સરચાર્જ તેમજ પેનલ્ટી ચૂકવીને નિર્દોષ પુરવાર થવા તક આપવામાં આવી હતી.