Gujarat Blackout: કચ્છનાં ભુજમાં બ્લેકઆઉટ લાગૂ, હાઈ એલર્ટ પર ગુજરાત
Blackout in Gujarat: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સરહદી રાજ્યો હાઇ એલર્ટ પર છે. જેના કારણે ગુજરાતના કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરો પણ સંપૂર્ણપણે અંધારપટમાં ધકેલાઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, તમામ પ્રકારની લાઇટ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.