1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2023 (17:54 IST)

સૌથી મોટી આલ્કોહોલ કંપનીના CEOનું નિધન

Ivan Manuel Menezes
Ivan Manuel Menezes-વિશ્વની સૌથી મોટી લિકર કંપની ડિયાજિયોના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઈવાન મેન્યુઅલ મેનેઝીસનું બુધવારે અવસાન થયું.

કંપનીએ આ જાણકારી આપી. મેનેઝીસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે 64 વર્ષીય મેનેઝીસ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હતા.
 
પુણેમાં જન્મેલા, મેનેઝીસ, જેમના પિતા મેન્યુઅલ મેનેઝીસ ભારતીય રેલ્વે બોર્ડના અધ્યક્ષ હતા, તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને IMM, અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. તેઓ જુલાઈ 2012માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જુલાઈ 2013માં સીઈઓ બન્યા. તેમને 2023માં નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.