શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (17:55 IST)

રિટાયરમેંટ પહેલા 19 દિવસમાં 11 મોટા નિર્ણય આપશે સી.જે આઈ દીપક મિશ્રા

ભારતના પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રા 2 ઓક્ટબરના રોજ રિટાયર થઈ જશે પણ આ પહેલા તે પોતાની સેવાના અંતિમ મહિના સપ્ટેમ્બરમાં 19 કાર્ય દિવસમાં 11 મુખ્ય મામલા પર નિર્ણય સંભળાવશે. અનેક મામલાની સુનાવણી પુરી થઈ ચુકી છે.  ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેંચે આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.  બીજી બાજુ દાઉદી બોહરા મુસ્લિમ સમુહમાં ખતના મામલાની સુનાવણી હજુ ચાલુ છે.  આ મહિને દેશની આથક સામાજીક પારિવારિક અને રાજનીતિક દિશા નક્કી કરશે.  આ રીતે આ મહિને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નિર્ણયો પર દેશભરની નજર રહેશે. 
 
 
- અયોધ્યા મામલો - અયોધ્યાનુ રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે.  આ મામલા હેઠળ એક મોટો સવાલ ઉઠ્યો છે કે 1994માં સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાજ પઢના ઈસ્લામનુ અભિન્ન અંગ નથી.  આ નિર્ણય દ્વારા પરીક્ષણ માટે તેને સુપ્રીમ કોર્ટની સંવૈઘાનિક બૈંચની સામે મોકલવામાં આવે કે નહી તેના પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. 
 
-  આધાર મામલો - 38 દિવસની મૈરાથાન સુનાવણી પછી આધાર મામલે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યોછે. વ્યક્તિગતને મૌલિક અધિકાર બતાવવાનો નિર્ણય આવ્યા પછી હવે આ વિશે નિર્ણય આવશે કે શુ આધાર માટે લેનારો ડેટા વ્યક્તિગતતાનુ ઉલ્લંઘન છે કે નહી. 
 
-  સમલૈંગિકતા - 2 વયસ્ક વચ્ચે સહમતિથી બનાવેલ અપ્રાકૃતિક સંબંધને અપરાધ હેઠળ મુકવામાં આવે કે નહી. આ મુદ્દા પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય સી.જે આઈ ની બેંચ પાસે સુરક્ષિત છે. 
 
 
-અડલ્ટરી કેસ - જો કોઈ પરણેલા પુરૂષ કોઈ બીજી પરણેલી સ્ત્રી સાથે તેની સહમતિથી સંબંધ બનાવે છે તો સંબંધ બનાવનારા પુરૂષ વિરુદ્ધ એ મહિલાનો પતિ અડલ્ટરીનો કેસ નોંધાવી શકે છે. પણ સંબંધ બનાવનારી મહિલા વિરુદ્ધ કેસ નથી બનતો. આ નિયમ ભેદભાવવાળો છે કે નહી તેના પર નિર્ણય આવશે. 
 
 
એસસી.એસટી પ્રોમોશનનુ અનામત - પ્રોમોશનમાં અનામત મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મામલને 7 જજની સંવૈધાનિક બૈચને રૈફર કરવામાં આવે કે નહી. આ મુદ્દે નિર્ણય આવશે. 
 
કોર્ટમાં સુનાવણીની રેકોર્ડિંગ - સુપ્રીમ કોર્ટ આ નક્કી કરશે કે કોર્ટ કાર્યવાહીની રેકોર્ડિંગ અને સીધુ પ્રસારણ થવુ જોઈએ કે નહી. 
 
 
દાગીઓના ચૂંટણી લડવા પર રોક - સુપ્રીમ કોર્ટ આ વાતને નક્કી કરશે કે જે નેતાઓ વિરુદ્ધ ગંભીર કેસમાં આરોપ સાબિત થઈ ગયા છે તેમના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે કે નહી ?
 
 
-દહેજ પ્રતાડિત કેસ  - દહેજ પ્રતાડિતનો આરોપ મામલે સેફ ગાર્ડની જરૂર છે કે નહી ? તેના પર નિર્ણય આવશે. દહેજ કેસમાં સીધી ધરપકડ પર રોકના નિર્ણયને બીજીવાર સુનાવણી થઈ હતી. 
 
-સબરીમાલામાં મહિલાઓને એંટ્રી - સંવૈઘાનિક બેંચ નક્કી કરશે કે કેરલની સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓને એંટ્રી આપવી જોઈએ કે નહી ? 
 
 
ટોળાના નુકશાન - ટોળાના હિંસક પ્રદર્શન પર ચીફ જસ્ટિસની આગેવાની વાળી બેંચ આ મામલે ગાઈડલાઈંસ રજુ કરશે. પોલીસ અને ઉત્પાત મચાવનારની જવાબદારી નક્કી થશે. 
 
 
નેતાઓની વકીલના રૂપમં પ્રેકટિસ - નેતાઓને વકીલના રૂપમાં પ્રેકટિસ કરવા વિરુદ્ધ અરજી પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય આ મહિને આવશે.