1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (14:09 IST)

Cloud burst in Kishtwar- જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશનો ડર

Cloud burst in Kishtwar
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ગુરુવારે બપોરે કિશ્તવાડમાં વાદળ ફાટ્યું. આ ઘટના પદ્દર સબ-ડિવિઝનની છે. વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું છે. આ કિસ્સામાં, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કિશ્તવાડના ડીસી પંકજ શર્મા પાસેથી ફોન પર માહિતી લીધી છે. ઘટનામાં ભારે વિનાશની શક્યતા છે.
 
બચાવ ટીમ રવાના
 
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે X પોસ્ટ પર માહિતી આપી છે કે ચોસિટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે જાનહાનિ થવાની શક્યતા છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે. જણાવ્યું હતું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.