ચાલતી લોકલ ટ્રેનમાંથી નાળિયેર બહાર ફેંકયો પગપાળા ચાલી રહેલા એક યુવાન અડફેટે આવ્યું, જેના કારણે તેનું મોત નીપજ્યું
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભાયંદર ક્રીક બ્રિજ પરથી પસાર થતી લોકલ ટ્રેનમાંથી બેદરકારીપૂર્વક ફેંકવામાં આવેલા નારિયેળની ટક્કરથી ૩૧ વર્ષીય રાહદારીનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ભાયંદર ક્રીક બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી નારિયેળ ફેંકયુ.
તે નારિયેળનો પાણીમાં વિસર્જન માટે ફેંકયો હતો. તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવક, જેની ઓળખ સંજય દત્તારામ ભોયર તરીકે થઈ છે, તે કામ પર જવા માટે રેલ્વે પુલ પાર કરી રહ્યો હતો.
એક નાળિયેર તેમના કાન અને આંખ વચ્ચે વાગ્યું.
ખરાબ હવામાનને કારણે ફેરી સેવા બંધ હોવાથી, સંજય પંજુ ટાપુથી નાયગાંવ પહોંચવા માટે રેલવે પુલના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યો હતો. લોકલ ટ્રેનમાં એક મુસાફરે વિસર્જન માટે નાળિયેર ફેંક્યું, જે સંજયના કાન અને આંખ વચ્ચે સીધું વાગ્યું. તેમને તાત્કાલિક વસઈની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.