ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 27 જાન્યુઆરી 2024 (16:00 IST)

મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં હંગામો, મુસાફર બોલ્યો - મારી સીટ નીચે છે બોમ્બ, પછી...

flights
મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં એ સમયે હંગામો થઈ ગયો જ્યારે 27 વર્ષના એક મુસાફરે કહ્યુ કે તેની સીટ નીચે બોમ્બ મુક્યો છે. મુસાફરના આટલુ કહેતા જ એજંસીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં હડકંપ મચી ગયો. 
 
શુ છે આખો મામલો ?
ઉલ્લેખનીય છે કે મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ ઐયૂબે કહ્યુ કે તેની સીટ નીચે બોમ્બ મુક્યો છે.  ત્યારબાદ બધી એજંસીઓ તપાસમાં લાગી ગઈ. ઘટનાની માહિતી મળતા જ ફ્લાઈટનો ટાઈમ બદલી દેવામાં આવ્યો અને આ ફ્લાઈટની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી. 
 
એક અધિકારીએ જણાવ્યુ કે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી. સૂત્રોએ જણાવ્યુ કે મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટ સંખ્યા 6E 5264 ફ્લાઈટમાં બેસેલા એક મુસાફરે આવુ કહ્યુ હતુ.  
 
મુસાફરની કરી ધરપકડ 
 
એયરપોર્ટ પોલીસે મુસાફર અયૂબની ધરપકડ કરી દીધી અને તેના વિરુદ્ધ IPCની ધારા 506(2)અને 505(1)(B)  હેઠળ મામલો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યુ કે તે આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવુ કેમ કર્યુ.