સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (16:04 IST)

લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ

dual screen laptop
Computer, PC, Laptop Import Restriction: ભારત સરકારએ  લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,. જાણો શા માટે સરકારે આ પગલું ભર્યું. 
 
ભારત સરકારએ  લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટરા જનરલ ઑફ ફોરેન ટ્રેડએ તેના માટે નોટિફિકેશન રજૂ કર્યુ છે. પણ રિસર્ચા એડ ડેવલપમેંટ પરીક્ષણ, મૂલ્યાંકન, પુનઃ નિકાસ વગેરે માટે 20 વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે. ડીજીએફટીનું આ પગલું ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનું છે. નોટિફિકેશન મુજબ આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થશે. 
 
સરકારએ લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર અંકુશ લગાવ્યા છે. જારી કરાયેલા જાહેરનામામાં કહ્યુ કે શોધ અને વિકાસ, પરીક્ષણ બેન્ચમાર્કિંગ અને મૂલ્યાંકન, રિપેર અને રિટર્ન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના હેતુ માટે, આયાત લાયસન્સ હવે પ્રતિ કન્સાઇનમેન્ટ 20 વસ્તુઓ સુધી મુક્તિ આપવામાં આવશે.
 
આયાતની પરવાનગી માટે સરકારએ શર્ત મૂકી છે કે તેમની પરવાનગી ત્યારે અપાશે જ્યારે આયાતી માલનો ઉપયોગ ફક્ત ઉલ્લેખિત હેતુ માટે જ કરવામાં આવશે. તે વેચવામાં આવશે નહીં.