શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (08:35 IST)

World Cup 2023 માટે મુસીબત બન્યુ PCB, હવે ICC સુધી ફરી પહોંચશે મામલો

World Cup 2023  આ વર્ષે ભારતમાં  રમાવાનો છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને હંગામો મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપમાં જવાની ના પાડી ત્યારથી જ BCCI અને PCB વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના જવાબમાં પાકિસ્તાને કહ્યું કે તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. આ લડાઈમાં હવે પાકિસ્તાન તરફથી વધુ એક ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે.
 
પીસીબી ફરીથી ફસાવશે પેચ 
પીસીબીના કાર્યવાહક અધ્યક્ષ ઝકા અશરફ આ અઠવાડિયે ડરબનમાં યોજાનારી ICCની બેઠકમાં તેમના દેશની ODI વર્લ્ડ કપની મેચો તટસ્થ સ્થળોએ યોજવાની માંગ કરશે. પાકિસ્તાનના રમતગમત મંત્રી એહસાન માઝરીએ આ જાણકારી આપી. માઝરીએ કહ્યું કે ઝકા અશરફ એ મુદ્દો ઉઠાવશે કે જ્યારે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકતી નથી તો પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચો તટસ્થ સ્થળોએ કેમ નહી યોજવી જોઈએ. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે પાકિસ્તાનમાં એશિયા કપની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે.
 
 હાઇબ્રિડ મોડલ પર થશે એશિયા કપ
ટુર્નામેન્ટ વિશે મહિનાઓ સુધી અટકળો પછી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ જાહેરાત કરી કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલના આધારે રમાશે જેમાં ચાર મેચ પાકિસ્તાનમાં અને નવ મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.
 
ટીમનું ભારત આવવું સરકાર પર નિર્ભર રહેશે
જોકે પીસીબીએ તાજેતરમાં આઈસીસી અને બીસીસીઆઈને જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં તેમની રાષ્ટ્રીય ટીમની ભાગીદારી સરકારની મંજૂરીને આધીન રહેશે. મઝરીએ એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા રચવામાં આવેલી વિશેષ સમિતિના અન્ય સભ્યો પણ એવું માને છે કે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાને લઈને  કડક વલણ અપનાવવું જોઈએ. તેમણે કહ્યું કે જો ભારત એશિયા કપ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલી શકતું નથી તો હું ઈચ્છું છું કે અમારી વર્લ્ડ કપની મેચો ન્યૂટરલ વેન્યુ પર યોજાય.