શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 10 જુલાઈ 2023 (14:22 IST)

MS Dhoni New Look: ચેન્નઈ એયરપોર્ટ પર થલાનુ થયુ જોરદાર સ્વાગત, નવા લુકમાં જીતી લીધુ ફેંસનુ દિલ

Dhoni Prodction House First Film - અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોની પોતાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ લેટ્સ ગેટ મેરિડના ઓડિયો અને વીડિયો ટ્રેલર રિલીઝ માટે પહોંચ્યા છે. તેની સાથે પત્ની સાક્ષી ધોની પણ જોવા મળી હતી. સાક્ષીની માતા પ્રોડક્શન હાઉસની સીઈઓ છે જ્યારે સાક્ષી પોતે કંપનીના તમામ કામકાજની દેખરેખ રાખે છે. જો કે એરપોર્ટ પર ધોનીના નવા લૂકની ચર્ચા ફિલ્મ કરતાં વધુ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોની ફિલ્મના કામ વચ્ચે સમય કાઢીને CSK મેનેજમેન્ટને પણ મળશે.
 
સોમવારે ટ્રેલર થશે લોંચ 
એવુ બતાવાય રહ્યુ છે કે ધોની અને સાક્ષીની હાજરીમાં સોમવારે આ ફિલ્મનો ઓડિયો અને વીડિયો ટ્રેલર લોંચ કરવામાં આવશે.  ફિલ્મની વાત કરવામાં આવે તો તેમા હરીશ કલ્યાણ, ઈવાના, નાધિયા, યોગી બાબૂ અને વિજય જોવા મળશે.  એયરપોર્ટ પર ફેંસ એ શાનદાર અંદાજમાં માહીનુ સ્વાગત કર્યુ છે તેનાથી એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મના ટ્રેલર લૉન્ચના અવસર પર પણ મોટી ભીડ ઉમટશે. આ વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમીવાર આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને શહેરમાં આ જીતનો રોમાંચ હજુ પણ જોવા મળી રહ્યો છે. 
 
આવતા વર્ષે ધોની IPL રમશે કે નહી તે અંગે શંકા 
મહેન્દ્ર સિંહ ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડ કપમાં રમી હતી પરંતુ તે IPLમાં સતત રમી રહ્યો છે. આ સિઝનમાં સૌથી વધુ ચર્ચા તેની નિવૃત્તિ વિશે રહી છે. જો કે ધોનીએ મજાકમાં કહ્યું હતું કે તેણે નિવૃત્તિ લીધી નથી, પરંતુ લોકોએ પોતે જ તેનો સ્વીકાર કર્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે માહી આગામી સિઝનમાં રમશે કે નહીં. CSK મેનેજમેન્ટના એક અધિકારીએ IPL દરમિયાન જ કહ્યું હતું કે દરેકને એવું લાગી રહ્યું છે કે આ તેની છેલ્લી સિઝન છે પરંતુ અંતિમ નિર્ણય ધોની પોતે લેશે. તેમના પર કોઈ દબાણ નથી.