બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 જુલાઈ 2024 (10:13 IST)

DHONI BIRTHDAY SPECIAL: વિરાટ કોહલી કરતા એક ઓછી મેચ જીતવા છતા એમએસ ધોની ભારતનો નંબર 1 કેપ્ટન હતો

-  ધોની 7 જુલાઈએ ઉજવી રહ્યા છે પોતાનો 41મો જન્મદિવસ ,
- ધોનીને ભારતનો સૌથી મહાન કેપ્ટન માનવામાં આવે છે, 
- વિરાટ કોહલી કરતા એક ઓછી મેચ જીતવા છતા ધોની મોટો કેપ્ટન 
 
મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 41 વર્ષનો થવા જઈ રહ્યો છે. તે ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા લગભગ બે વર્ષ વીતી ગયા છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના પ્રશંસકોના મગજમાં સૌથી પહેલી ધોનીનો ચહેરો ઉભરી આવે છે. ભારત માટે જીતેલી મેચોની સંખ્યાના સંદર્ભમાં તે સૌથી સફળ કેપ્ટન નથી પરંતુ કેટલીક એવી વસ્તુ છે જે તેના વ્યક્તિત્વને સૌથી ટોચ પર દર્શાવે છે.
 
ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ કેપ્ટન ધોની
મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેની સરખામણી, કોહલીએ ભારત માટે વધુ મેચ જીતી છે. ધોની ટેસ્ટ અને વનડેમાં તેનાથી પાછળ છે. આમ હોવા છતાં, ક્રિકેટ પંડિતો અને ફેંસ ધોનીને કોહલી કરતા શ્રેષ્ઠ અને મહાન કેપ્ટન માને છે. આ પાછળનું કારણ પણ જાણી લો.
 
મોટા ટુર્નામેંટમાં ધોની હિટ કોહલી ફ્લોપ 
માહી વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં તમામ ICC ટ્રોફી જીતી છે. સાથે જ  વિરાટનો આંકડો અહીં સાઇફરથી આગળ વધતો નથી. 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના રાંચીમાં જન્મેલા ધોનીને 2007માં અચાનક જ ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકામાં આયોજિત વર્લ્ડ T20માં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતી વખતે તેણે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને ઈતિહાસ રચ્યો હતો.  ત્યારબાદ વર્ષ 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને તેણે 28 વર્ષ પછી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. બે વર્ષ બાદ 2013માં ધોનીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ ટીમ ઈન્ડિયાના નામે કરી હતી. બીજી તરફ, વિરાટ કોહલી તેની કપ્તાનીમાં ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. તેમની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી હતી.
 
ધોનીની કેપ્ટન્સીમાં ભારત પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 બન્યું હતું.
ભારતીય ટીમ 1932 થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બનવા માટે તેને 77 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2009માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બની હતી.
 
જ્યારે ધોનીએ 2014માં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે કોહલીને એક સારી સજેલી સુશોભિત ટીમ મળી. આ ટીમ સાથે તેણે વિદેશોમાં પણ ઘણી જીત નોંધાવી હતી, પરંતુ આ તમામ જીતનો પાયો મહેન્દ્ર સિંહ ધોનીએ તૈયાર કર્યો હતો.