રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 28 એપ્રિલ 2018 (11:09 IST)

કર્ણાટક ચૂંટણી - નવા વિવાદમાં ફસાયા રાહુલ ગાંધી, વંદે માતરમના અપમાનનો લાગ્યો આરોપ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના રણમાં હવે વંદે માતરમ પર યુદ્ધ છેડાય ગયુ છે. બીજેપીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રાષ્ટ્રગીત વંદે માતરમનુ અપમાનનો આરોપ લગાવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે આ વિવાદ એક વીડિયો સામે આવ્યા પછી શરૂ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંતવાલમાં એક રેલીમાં હતા. ન્યૂઝ એજંસી મુજબ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે મંચ પર બેસેલા રાહુલ કર્ણાટકના કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલની તરફ પોતાની ઘડિયાળ બતાવતા ઈશારો કરી રહ્યા છે.  જેનાથી લાગી રહ્યુ છે કે તેઓ કહી રહ્યા હોય કે કાર્યક્રમ જલ્દી ખતમ કરે. 
 
રાહુલ મંચ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેસેલા દેખાય રહ્યા છે. ત્યારબાદ એક વ્યક્તિ વંદે માતરમ ગાઈ રહેલ ગાયકને જઈને કહે છે કે તે (વંદે માતરમ) ની ફક્ત એક લાઈન ગાઈને ગીત ખતમ કરે. 
 
બીજેપીએ આ માટે રાહુલની આલોચના કરતા કહ્યુ કે તેના મનમાં રાષ્ટ્રગીત માટે સન્માન નથી. જ્યારે કે કોંગ્રેસે આ આરોપને નકારતા તેન સંપૂર્ણ રીતે ખોટો બતાવ્યો છે. 
 
બીજેપીએ કર્યુ ટ્વીટ 
 
કર્ણાટક બીજેપીએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યુ. કર્ણાટક બીજેપી તરફથી કહેવામાં આવ્યુ કે 1937માં નેહરુએ જીન્નાને સંતુષ્ટ કરવા માટે વંદે માતરમનો અમુક ભાગ છોડી દીધો હતો. આજે રાહુલ ગાંધીએ પણ એવુ જ કર્યુ, જે રાષ્ટ્રગીત પ્રત્યે કોંગ્રેસનું વલણ દર્શાવે છે.