1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 1 જાન્યુઆરી 2022 (13:52 IST)

Lockdown news -મહારાષ્ટ્રના 10 મંત્રીઓ અને 20થી વધુ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત, જો સ્થિતિ વધુ વણસે તો લોકડાઉન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માહિતી આપી છે કે, રાજ્યના 10 મંત્રીઓ અને 20થી વધુ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનું કહેવું છે કે, જો રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહેશે. તો કેટલાક વધુ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ કોરોના અને ઓમિક્રોનને કારણે હૈદરાબાદ અને ગોવાની મુલાકાત એક સપ્તાહ માટે સ્થિગિત કરી દીધી છે. કોંગ્રેસના નેતા આનંદ શર્મા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. આ યાત્રા 7 જાન્યુઆરીથી પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમી સિવાય તેને અન્ય સ્થળોએ પણ જવું પડતું હતું.
 
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોએ નાગરિકોની સાથે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. ખતરાને જોતા રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારમાં મદદ અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે રાજ્યની ગંભીર સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે.
 
તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને રાજ્ય સરકાર હવે લોકડાઉન લાદવા માટે મજબૂર થઇ શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સ્થિતિ વધુ વણસી શકે છે. વિજય વડેટ્ટીવારે કહ્યું કે, જો સ્થિતિ વધુ વણસે તો લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જોકે આ અંગે અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે.
 
તેમણે કહ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પ્રસાર વચ્ચે મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી કોરોના સંક્રમણમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્ય સરકારને નવી માર્ગદર્શિકા જારી કરવાની ફરજ પડી છે. રાજ્યમાં લોકડાઉન લગાવતા પહેલા શાળા અને મુંબઈ લોકલ અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, જે રીતે કેસ વધી રહ્યા છે, તે સ્થિતિમાં લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી.
 
 
રાજ્યોની વાત કરીએ તો ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીમાં 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે. જેના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 454 દર્દી સામે આવ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં 351 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં તમિલનાડુમાં 118 અને ગુજરાતમાં 115 કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 109 કેસ નોંધાયા છે.