શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2020 (10:50 IST)

Cyclone Amphan Photos અમ્ફાને મચાવી તબાહી, બંગાળમાં 12 અને ઓડિશામાં 2 ના મોત

મહાચક્રાવત અમ્ફાને બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી   હતી. પશ્ચિમ બંગાળમાં એક કલાકમાં 190 કિલોમીટરની ઝડપે પવન અને ભારે વરસાદને કારણે આવો વિનાશ સર્જાયો, જેનાથી જાન-માલના મોટા નુકસાન સાથે  ડઝનેક લોકોનાં મોત  પણ થયા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે સ્થિતિ કોરોના વાયરસ રોગચાળા કરતા વધુ ચિંતાજનક છે. 
તેમણે કહ્યું કે સુપર સાયક્લોન અમ્ફાનના વિનાશમાં લગભગ 10 થી 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાથે જ તેનો ભયાનક દ્રશ્ય ઓડિશામાં પણ જોવા મળી રહ્યા  છે અને અહીં બે લોકોનાં મોત નીપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે એનડીઆરએફની 39 ટીમો ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં તૈનાત છે.
cyclone Amphan Updates:
 
-અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે કોલકાતાના ઘણા ભાગોમાં ઘૂંટણ સુધી પાણી ભરાય ગયું છે. જોરદાર પવન દ્વારા ઝાડ કાપવાના કારણે અનેક મકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે.
- અમ્ફાનની તબાહી પછી પશ્ચિમ બંગાળના કલકત્તામાં રસ્તાઓ પર વૃક્ષો પડેલા વક્ષો હટાવવામાં આવી રહ્યા છે અને પુન: સ્થાપનનુ કામ ચાલુ છે. 
 
- અમ્ફાન વાવાઝોડાએ ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા તેમજ બાંગ્લાદેશમાં ભારે વિનાશ વેર્યો છે.
 
- આ વાવાઝોડું બુધવારે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને તેણ ઉત્તરીય અને દક્ષિણ 24 પરગણા, ઇસ્ટ મિદનાપુરના વિસ્તારોને પ્રભાવિત કર્યા.  .
- પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ભારે પવન અને વરસાદ થયો. મુખ્ય મંત્રી મમતા બેનરજીએ  અમ્ફાન વાવાઝોડાને કોરોના વાઇરસની મહામારી કરતાં પણ ખતરનાક ગણાવ્યું હતું.
ઓડિશાના અનેક વિસ્તારોમાંથી આ વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે, જોકે ભદ્રક અને બાલાસોર જિલ્લાઓમાં હજી પવન ફુંકાઈ રહ્યો છે.