બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 મે 2020 (19:13 IST)

શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા દળો પર કર્યો હુમલો, BSFના બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. જેમાં BSFના બે જવાન શહીદ થયા હતા. જવાન BSFની 37 બટાલિયનની એક પાર્ટીના હતા. આ હુમલો શ્રીનગર નજીકના ગાંદરબલ જિલ્લામાં થયો હતો.
 
જમ્મુ અને કશ્મીર પોલીસના IG વિજય કુમારે જણાવ્યું હતું કે, બીએસએફના બે જવાન જે ડ્યુટી  પર હતા ત્યારે નજીકની દુકાનમાંથી કંઈક ખરીદવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક સવારોએ તેમના પર હુમલો કર્યો હતો. એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આતંકીઓ તેમની પાસેથી હથિયારો પણ લઇ ગયા હતા.