સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 નવેમ્બર 2019 (14:13 IST)

શ્રીનગરમાં ગ્રેનેડથી હુમલો, 15 લોકો ઘાયલ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરની હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર ગ્રેનેડ હુમલો થયો છે. પોલીસે માહિતી આપી છે કે આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આ હુમલો બપોરે 1.20 વાગ્યે થયો છે. મળતી માહિતી મુજબ લાલ ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો છે.  આ હુમલામાં અત્યાર સુધી 20 લોકો ઘાયલ બતાવાયા છે. હાલ કોઈના માર્યા જવાના સમાચાર નથી. આ હુમલા પછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.