1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2017 (00:29 IST)

દૈનિક ભાસ્કર જૂથના ચેરમેન શ્રી રમેશચંદ્ર અગ્રવાલનું દુ:ખદ અવસાન

દૈનિક ભાસ્કર ગ્રુપના ચેયરમેન રમેશચંદ્ર અગ્રવાલને અમદાવાદ એયરપોર્ટ પર ર્હદય રોગનો હુમલો આવતા મોત થયું છે. તેઓ 73 વર્ષના હતા.  તેમના અચાનક નિધનથી ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. મળતી વિગતો મુજબ તેમની અંતિમયાત્રા આવતીકાલે ભોપાલ ખાતે નિકળશે.
 
    ભોપાલથી ખૂબ જ નાના પાયે  દૈનિક ભાસ્કરના પ્રારંભ સાથે શ્રી રમેશજી અને  તેમના પુત્રો શ્રી સુધીરજી, શ્રી ગીરીશજી અને શ્રી પવનજીના અથાગ પ્રયાસો જહેમત થી  ભાસ્કર ગૃપ દેશના અખબારી ક્ષેત્રે શીરમોર સ્થાને પહોંચેલ. ભાસ્કર ગ્રૂપના નેજા હેઠળ ગુજરાતમાં '' દિવ્ય ભાસ્કર'' દૈનિકની અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - ભુજ- ભાવનગરની છ આવૃતીઓ ઉપરાંત સૌરાષ્ટ્ર - ગુજરાતના જીલ્લાઓની જિલ્લા આવૃતિઓ સાથે એક મોટું સામ્રાજ્ય સર્જયું છે. સૌરાષ્ટ્રના  તિર્થસ્થાનો પ્રત્યે શ્રી રમેશજીને અપાર લાગણી હતી અને અવારનવાર મુલાકાતે - દર્શનાર્થે આવતા હતા. મળતી વિગતો મુજબ  તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ગંભીર હદય રોગને હુમલો આવી ગયેલ. તેમને સ્ટર્લિંગ હોસ્પિટલે લઇ જવાયેલ પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
 
   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તુરત જ હોસ્પિટલે દોડી ગયા  હતા. અને શ્રી રમેશ અગ્રવાલજી પાર્થિવદેહને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.