"મુસલમાનો જાગો" બોલીને તુર્કમાન ગેટ પર ભીડને ભડકાવનારો અલી કોણ છે ? સામે આવ્યો વીડિયો
તુર્કમાન ગેટ વિસ્તારની ફૈજ એ ઈલાહી મસ્જિદની પાસે હિંસાનો એક વધુ વીડિયો સામે આવ્યો છે. તેને અલી નામના યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો નાખ્યો હતો. વીડિયોમાં કથિત રૂપે તે મુસલમાનો જાગો અને મસ્જિદ તોડી પાડવાની અફવાહ ફેલાવતો જોવા મળ્યો છે. જ્યારબાદ પણ ભીડ બૈરિકેડ હટાવીને આગળ વધી હતી અને પોલીસ કર્મચારીઓ પર પત્થરબાજી કરી હતી. અલીએ જૂની દિલ્હી વિસ્તારમાં I LOVE mohmmad નો કૉલ પણ આપ્યો હતો. આ દરમિયાન પણ પોલીસે તેને વોર્નિંગ આપી હતી કારણ કે પોલીસની પરમિશન વગર કૉલ આપ્યા બાદ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી. તેના ઈસ્ટાગ્રામ પર અનેક ભડકાઉ વીડિયો છે. અલી વીડિયો દ્વારા ભીડને એકત્ર કરવાનો અને ભડકાવવાનો પ્રયાસ કરી રયો હતો. પોલીસ હવે એ શોધવામાં લાગી છે કે સલમાન અને અલીની ષડયંત્રમા શુ ભૂમિકા હતી.
વ્હાટ્સઅપ ગ્રુપમાંથી પણ કરવામાં આવ્યો કૉલ
તુર્કમાન ગેટ હિંસા કેસમાં યુટ્યુબર સલમાનની શોધ પણ તેજ કરવામાં આવી છે. સલમાને સોશિયલ મીડિયા દ્વારા વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોકોને વિસ્તારમાં ભેગા થવા માટે હાકલ કરી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે વિસ્તારના કેટલાક પ્રભાવશાળી લોકોએ તેમના વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને ભેગા થવા માટે ઉશ્કેર્યા હતા. તેમનો હેતુ વાતાવરણને ખલેલ પહોંચાડવાનો અને વહીવટીતંત્ર અને પોલીસના કામમાં અવરોધ ઊભો કરવાનો હતો.
ખાલિદ મલિક નામના એક વ્યક્તિએ એવી અફવા પણ ફેલાવી હતી કે મસ્જિદ તોડી પાડવામાં આવી રહી છે. તેણે લોકોને મોટી સંખ્યામાં બહાર આવવા અપીલ કરી હતી. તેણે કહ્યું, "ઘરે બેસી રહેવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. મારા સિંહો, તમારા ઘરોમાંથી બહાર આવો અને રાતને અંધારી બનાવો."
દિલ્હી પોલીસે ખાસ ટીમ બનાવી
તુર્કમાન ગેટમાં ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ પાસે પથ્થરમારાની ઘટના સંદર્ભે દિલ્હી પોલીસે એક ખાસ ટીમ બનાવી છે. તેણે 50 શંકાસ્પદોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસની ખાસ ટીમને આ શંકાસ્પદોને ઓળખવા માટે અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા છે. એક ટીમ પથ્થરમારો કરનારાઓ પર કામ કરી રહી છે, જ્યારે બીજી ટીમ સોશિયલ મીડિયા પર કામ કરી રહી છે.
સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ ઘટનાસ્થળે હાજર હતા. દિલ્હી પોલીસ પાસે આ ઘટનાનો વીડિયો છે, જેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હિંસા સાથે જોડાયેલા દરેક કાવતરા અને દરેક પાસાની તપાસ કરી રહી છે. ન્યાયાધીશે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને એક દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. દિલ્હીના તુર્કમાન ગેટ પર પથ્થરમારા ઘટનાના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને મોડી રાત્રે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પટપરગંજના શિખા એપાર્ટમેન્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા બાદ, તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.