1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (13:28 IST)

Delhi Flood- પૂર વચ્ચે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ રહેશે

flood in yamuna
Delhi Yamuna Flood- હિમાચલ પ્રદેશથી લઈને દિલ્હી-પંજાબ-હરિયાણા સુધી પૂર અને વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનને પાર કરી ગયું છે.
 
દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની રહી છે. રાજધાનીમાં યમુના નદીના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે, યમુનાનું જળસ્તર 1978માં 207.49 મીટરનું સ્તર વટાવીને 208.08 મીટરે પહોંચ્યું હતું, જે ખતરાના સ્તરથી 2.75 મીટર ઉપર છે.
 
દિલ્હીમાં રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ
પૂર વચ્ચે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ રહેશે.
 
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુનાના જળસ્તરમાં વધારાને લઈને આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે માંગ કરી છે કે હરિયાણામાંથી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવે.