ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 29 મે 2024 (19:00 IST)

દિલ્હીમાં 52.3 ડિગ્રી સુધી પહોચ્યુ તાપમાન, ભારતમાં સૌથી વધુ ગરમ સ્થાન રહ્યો રાજધાનીનો આ વિસ્તાર

delhi heat wave
delhi heat wave
 રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભીષણ ગરમીએ લોકોનુ જીવવુ મુશ્કેલ કરી દીધુ છે.. દિલ્હીમાં બુધવારે અધિકતમ તાપમાન 52.3 ડિગ્રી સુધી પહોચી ગયુ. જો કે ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ કરવામાં આવેલુ તાપમાન છે. મોસમ વિભાગ મુજબ દિલ્હીના મુંગેશપુરમાં બુઘવારે બપોરે 2.30 વાગે 52.3 ડિગ્રી સેલ્સિયસની સાથે ભારતનુ અત્યાર સુધીનુ સૌથી ગરમ દિવસ નોંધવામાં આવ્યો. તેની માહિતી દિલ્હી મોસમ વિભાગના વૈજ્ઞાનિક ડો. કુલદીપ શ્રીવાસ્તવે આપી છે. 
 
એક જૂન સુધી ગરમીથી રાહતની આશા નહી 
 
આઈએમડીના વૈજ્ઞાનિક ડો. નરેશ કુમારે જણાવ્યુ કે દિલ્હીમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ બનેલી છે. મોસમ વિભાગ મુજબ દિલ્હીના લોકોને એક જૂન સુધી ભીષણ ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી.  જો કે દિલ્હી-એનસી આરમાં બુધવારે સાંજે આકાશમાં બાદલ છવાયેલા છે.. 
 
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંગેશપુર સ્થિત ઓટોમેટિક વેધર સ્ટેશન પર આ તાપમાન 29 મેના રોજ બપોરે 2.30 વાગ્યે નોંધવામાં આવ્યું હતું. આ પહેલા 28 મેના રોજ ઉત્તર દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી ગરમી વચ્ચે વીજળીની માંગ 8 હજાર 302 મેગાવોટ પર પહોંચી ગઈ છે. આ અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે.