Kisan Andolan - ગ્રેટાના ટૂલકિટ દ્વારા વિદેશી ષડયંત્ર બેનકાબ, દિલ્હી પોલીસે ક્રિએટર્સ વિરુદ્ધ નોંધાવી FIR  
                                       
                  
				  				   
				   
                  				  26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના દિવસે ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ અંગે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી પોલીસે મીડિયા સાથે અનેક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
				  										
							
																							
									  
	 
	દિલ્હી પોલીસને જયારે એવુ પુછવામાં આવ્યુ કે શુ પોલીસ FIR માં ગ્રેટા થનબર્ગ  (GretaThunberg)નુ નામ સામેલ છે તો સ્પેશ્યલ પોલીસ કમિશ્નર પ્રવીન રંજને કહ્યુ કે અમે એફઆઈઅઅરમાં કોઈનુ નામ નથી લીધુ, આ ફક્ત ટૂલકિટના ક્રિએટર્સના વિરુદ્ધ છે જે તપાસનો વિષય છે અને દિલ્હી પોલીસની સાઈબરથી આ મામલની તપાસ કરશે. અમે આઈપીસીની ધારાઓ 124A, 153A, 153, 12OB  હેઠળ કેસ નોંધ્યો છે. 
				  
	
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	પ્રવીર રંજનએ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિલ્હી પોલીસ બારીકાઈથી નજર રાખી રહી છે. આ મોનિટરિંગ દરમિયાન પોલીસે 300 થી વધુ આવા પ્લેટફોર્મ્સની ઓળખ કરી છે જેનો ઉપયોગ ભારત સરકાર સામે નફરત ફેલાવવા અને દેશની સાંપ્રદાયિક સુમેળમાં ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો હતો. તેનો ઉપયોગ કેટલીક પશ્ચિમી હિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે ખેડૂત આંદોલનના નામે ભારત સરકાર વિરુદ્ધ ખોટી રીતે અભિયાન ચલાવી રહ્યા છે