મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 13 નવેમ્બર 2021 (12:22 IST)

Delhi-NCR Air Pollution: નોએડાની હવા સૌથી વધુ ઝેરીલી, 750ને પાસ પહોંચી AQI, દિલ્હીમાં પણ હાલત ખરાબ, ઓવઓલ AQI સુધી પહોચ્યા

નોએડા તમામ ક્ષેત્રોમાં ઉન્નતિ જરૂર કરી રહ્યુ હોય પણ પ્રદૂષણના મામલે નોએડાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હી એનસીઆરના વિસ્તારમાં જો ગુરૂગ્રામ, દિલ્હી, ગાજિયાબાદ અને  નોએડાની વચ્ચે તુલના કરો તો નોએડા  (Delhi-NCR Air Pollution)ની હવા આ સમયે સૌથી વધુ પ્રદૂષિત છે. નોએડાનુ  AQI 750 ને પાર પહોચી ગયુ છે. સવારે 4 વાગે 772 નોંધવામાં આવ્યુ. રવિવારે આ આંક દો 800ને પાર પણ જઈ શકે છે. સફર એપ અનુસાર, નોઈડાના એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે 830 ની નજીક હોવાનો અંદાજ છે, એટલે કે હાલમાં, નોઈડાના રહેવાસીઓ દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં સમસ્યા વધી શકે છે.

દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કે હવા વધુ ઝેરી બની રહી છે. બપોરે 1:30 વાગ્યાની આસપાસ, દિલ્હીનો એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખૂબ જ ગંભીર શ્રેણીમાં રહ્યો. AQI 499 SAFAR એપ પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. દિલ્હીના સૌથી પ્રદૂષિત વિસ્તારોની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી અને મથુરા રોડની આસપાસની હવા સૌથી વધુ પ્રદૂષિત હતી. દિલ્હી યુનિવર્સિટીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 578 નોંધાયો હતો અને મથુરા રોડની આસપાસનો હવા ગુણવત્તા સૂચકાંક 557 નોંધાયો હતો.
 
જ્યારે AQI 'ગંભીર' કેટેગરીમાં પહોંચે છે, ત્યારે લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાનું કહેવામાં આવે છે. હવામાં પ્રદૂષણ એ સ્તરે પહોંચે છે કે ફેફસાં અને હૃદયના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે લોકોને તેમના ઘરની બહાર માત્ર ત્યારે જ બહાર નીકળવાની સૂચના આપી છે જ્યારે અત્યંત જરૂરી હોય. આ સાથે સરકારી અને ખાનગી કંપનીઓ અને ઓફિસોને વાહનોના વપરાશમાં 30 ટકાનો ઘટાડો કરવા અને કાર પૂલિંગ અને ઘરેથી કામ કરવાના વિકલ્પો પર વિચાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 18 નવેમ્બર સુધી દિલ્હીની હવામાં ઝેર રહેશે અને તાપમાનમાં ઘટાડો થવાને કારણે હવાની ગુણવત્તા વધુ બગડી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્રદૂષણને રોકવા માટે કામ કરતી તમામ એજન્સીઓને 'ઇમરજન્સી' કેટેગરીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર રહેવા જણાવ્યું છે.