સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (17:36 IST)

આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય કેમ નથી ? - માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે મોદીની જીત ઈમાનદારીની નથી. આ બેઈમાની અને લોકતંત્રની હત્યાની જીત છે. તેમને કહ્યુ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં જીત પછી ભાજપા નેતા બનાવટી હાસ્ય લઈને ફરી રહ્યા છે. કારણ કે તેઓ ઈમાનદાર રીતે જીત્યા નથી. માયાવતીએ કહ્યુ કે આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય નહોતુ દેખાય રહ્યુ. 325 સીટ પછી પણ તેમના ચેહરા પર કોઈ રોનક નથી. આ બતાવે છે કે ધાંધલીની જીત છે. 
 
બહુજન સમાજ પાર્ટીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કથિત રૂપે છેડછાડ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. બસપાએ કહ્યુ કે ભાજપાએ લોકંત્રની હત્યા કરી છે અને તેથી દર મહિને તે કાળો દિવસ ઉજવશે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે ચૂંટણી કમિશને 11 માર્ચના પરિણામ જાહેર થયા પછી અમારી ફરિયાદનો યોગ્ય જવાબ આપ્યો નથી. પાર્ટીએ આ મામલે હવે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશને ભવિષ્યમાં આ પ્રકારની દગાબાજીથી બચાવી શકાય અને લોકતંત્રની રક્ષા કરી શકાય.