શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (17:22 IST)

ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ બાઇડને દેશને સંબોધિત કરતાં શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડન દ્વારા થોડા સમય પહેલાં રાષ્ટ્રને કરાયેલા સંબોધનમાં તેમણે ફરીવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાની નિંદા કરી હતી. તેમણે આ હુમલામાં માર્યા ગયેલા એક 
વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
 
તેમણે અમેરિકન સમાજમાં થઈ રહેલી હિંસા અંગે કહ્યું, "આપણે આ રસ્તે ન જઈ શકીએ. આપણે આ રસ્તે જવું ન જોઈએ. આપણે આપણા ઇતિહાસમાં ઘણી હિંસા સહન કરી ચૂક્યા છીએ.”
 
ઓવલ ઑફિસમાંથી આપેલા તેમના દસ મિનિટ જેટલા સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે અમેરિકામાં આક્રમક રાજકીય નિવેદનોના આ સમયમાં, આ 'શાંત' રહેવાનો સમય છે.
 
જોકે, કેટલાક રિપબ્લિકન નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપો અંગે બાઇડને કંઈ કહ્યું ન હતું. ઘણા રિપબ્લિકન નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે બાઇડન એ ટ્રમ્પ વિરુદ્ધ વિભાજનકારી માહોલને પ્રોત્સાહન 
 
આપી રહ્યા છે.
 
પેન્સિલવેનિયામાં ભારતીય સમય પ્રમાણે 14મી જુલાઈએ યોજાયેલી એક રેલીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના જીવલેણ હુમલા પછી બાઇડને આ સંબોધન કર્યું છે.
 
એક શૂટરે ટ્રમ્પ પર ગોળી ચલાવી હતી. ગોળી ટ્રમ્પની ખૂબ નજીકથી પસાર થઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. ટ્રમ્પને જમણા કાને નજીવી ઈજા થઈ હતી.