શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (15:16 IST)

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી ચંડીગઢ સુધી ધરતી ધ્રુજી

earthquake
Earthquake In Delhi-NCR: પાકિસ્તાનમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી, જેને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સમર્થન આપ્યું હતું. આ ભૂકંપની અસર દિલ્હી-NCR, ચંદીગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
 
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું કહેવાય છે.
 
પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રુજારી હોવાની ચર્ચા છે. સદ્ભાગ્યની વાત એ છે કે ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા બાદ લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.