શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (10:50 IST)

ચાઇનીઝ લોન ઍપ મામલે ઈડીના પેટીએમ સહિતની કંપનીઓ પર દરોડા

ભારતમાં ઇન્સ્ટન્ટ લોન આપનારી ચાઇનીઝ ઍપ્લિકેશનો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આ મામલે ઈડી બૅંગ્લુરુસ્થિત રેઝરપે, પેટીએમ અને કૅશફ્રીની ઑફિસો પર દરોડા પાડી રહ્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઈડીએ બૅંગ્લુરુમાં શુક્રવારે છ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.
 
ઈડીએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે દરોડા દરમિયાન 17 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે.
 
આ પૈસા લોન ઍપ્લિકેશન ચલાવનારા લોકોના ઍકાઉન્ટમાં હતા. આ સંસ્થાઓ પર આરોપ છે કે તેઓ ભારતીય લોકોના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે અને નકલી ડાયરેક્ટર બનાવે છે પણ હકીકતે કંપની ચલાવનારા લોકો ચીનના નાગરિક હોય છે.
 
આ ચાઇનીઝ કંપનીઓ પોતાનો ગેરકાયદે ધંધો અલગ-અલગ પ્રકારની પેમેન્ટ ગૅટવે કંપનીઓ દ્વારા કરે છે.
 
ઈડીએ જણાવ્યું કે બૅંગ્લુરુ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી 18 ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ચાઇનીઝ ઍપ પર લોન આપીને હેરાન કરવાનો આરોપ છે. આ આધાર પર ઈડીએ મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.