1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 29 ઑગસ્ટ 2022 (15:01 IST)

પ્રેમમાં યુવતીને જીવતી સળગાવી- એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દીધી

ઝારખંડના દુમકામાં 12માં ધોરણમાં ભણતી 19 વર્ષીય યુવતીને શાહરૂખ નામના યુવકે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દીધી હતી. 
 
દુમકાની પોલીસ અધીક્ષક અંબર લકડાએ જણાવ્યું હતું કે યુવતીનું રવિવારે સવારે 2.30 વાગ્યે રાંચીના રિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ યુવતી અંકિતાના મૃતદેહને દુમકા લાવવામાં આવશે.  તેણે જણાવ્યુ કે યુવતીના જેરૂવાહીડ મોહલ્લામા સ્થિત ઘરે સુરક્ષાના વ્યાપક વ્યવસ્થા કરી છે. જણાવીએ કે 23 ઓગસ્ટને શાહરૂખએ એકતરફા પ્રેમમાં અસફળ થતા પાડોશના વેપારી સંજીવ સિંહની 19 વર્ષીય દીકરી અંકિતા પર મોડી રાત્રે સૂતા સમયે બારીથી પેટ્રોલ નાખી આગ ચાંપી દીધી હતી તેમાં તે 90 ટકા બળી ગઈ હતી. 
 
પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી