સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (11:55 IST)

Jharkhand Road Accident: પાકુડમાં બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 8થી વધુ લોકોના દર્દનાક મોત

પાકુડ જીલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 16થી વધુ લોકોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટના આમ્રપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના પેડર કોલા ગામ પાસે બની હતી. મુસાફરોથી ભરેલી બસ અને ટ્રકની સીધી ટક્કર થઈ હતી. 
 
ટ્રકમાં ગેસ સિલિન્ડર ભરેલા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આમ્રપાડા પોલીસ સ્ટેશનનું કહેવું છે કે ઘણા લોકો બેભાન છે અને ખૂબ ઠંડી છે, તેથી અકસ્માતનો ચોક્કસ આંકડો મળી રહ્યો નથી. પોલીસ મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં મૃતદેહો રોડ પર પડેલા જોવા મળે છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.