Maharashtra: 'કુણાલ કામરાની ટિપ્પણી કોઈના વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવુ, શિંદેની પહેલી પ્રતિક્રિયા
કોમેડિયન કુણાલ કામરાના વિવાદિત નિવેદન પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કુણાલના કટાક્ષની તુલના કોઈના વિરુદ્ધ બોલવા માટે સોપારી લેવા સાથે કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે કટાજ કરતી વખતે એક શિષ્ટચાર કયમ રાખવો જોઈએ. નહી તો કાર્યવાહીને કારણે પ્રતિક્રિયા થાય છે.
શિંદેએ સોમવારે કામરાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને અમને પણ વ્યંગ્ય સમજમાં આવે છે, પણ તેની પણ એક સીમા હોવી જોઈએ.
શુ હતો મામલો ?
36 વર્ષ સ્ટેન્ડ-અપ કોમેડિયને પોતાના શો મા શિંદેનુ નામ લીધા વિના તેમના રાજનીતિક કરિયર પર કટાક્ષ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રના એક મોટા રાજનીતિક ભૂકંપનો પણ હવાલો આપ્યો હતો. કામરાએ ફિલ્મ દિલ તો પાગલ હૈ ના એક લોકપ્રિય હિન્દી ગીતની પૈરોડી કરી હતી. તેનાથી શિંદેને તેમનુ નામ લીધા વગર તેમને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. તેમણે શિવસેન અને એનસીપીના વિભાજન સહિત મહારાષ્ટ્રમા તાજેતરના રાજનીતિક ઘટનાક્રમો પર પણ જોક્સ બનાવ્યા હતા.
હૈબિબેટ કોમેડી ક્લબમાં થઈ હતી તોડફોડ
ટિપ્પણી પછી રવિવારની રાત્રે શિવસેનાના કાર્યકર્તાએ મુંબઈના ખાર વિસ્તારમાં હૈબિબેટ કોમેડી ક્લબ પર હુમલો બોલ્યો હતો. અહી કુણાલ કામરાનો શો થયો હતો. આ સાથે જ એ હોટલને પણ નુકશાન પહોચાડવામાં આવ્યુ હતુ, જેન પ્રાંગણમાં ક્લબ આવેલી છે.
ક્રિયા પ્રતિક્રિયાનુ કારણ બને છે - શિંદે
સમાચાર એજંસી પીટીઆઈ મુજબ એક સમાચાર પત્રના એક કાર્યક્રમમાં શિંદેએ કહ્યુ, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ્યને સમજીએ છીએ. પણ તેની એક સીમા હોવી જોઈએ. આ કોઈના વિરુદ્ધ બોલવાની સોપારી લેવા જેવુ છે. શિવ સૈનિકોના ઉપદ્રવ પર શિંદેએ કહ્યુ કે દરેક વ્યક્તિએ એક ચોક્કસ સ્તર બનાવવુ જોઈએ નહી તો ક્રિયા પ્રતિક્રિયાનુ કારણ બને છે.
કુણાલ કામરા પર વરસ્યા શિંદે
શિંદેએ કહ્યુ કે આ વ્યક્તિને ભારતના સર્વોચ્ચ ન્યાયાલય, પ્રધાનમંત્રી, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર ટિપ્પણીઓ કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ કોઈના માટે કામ કરવુ છે.
કામરાએ શિંદે પાસે માફી માંગવાનો કર્યો ઈન્કાર
અગાઉ, કુણાલ કામરાએ શિંદેની માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેઓ માફી માંગશે નહીં. તેમણે મુંબઈમાં જ્યાં કોમેડી શોનું રેકોર્ડિંગ થયું હતું ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી.