ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2024 (18:50 IST)

એન્જિનિયર રાશિદને શપથ લેવાની મંજૂરી અપાઈ, અફઝલ અંસારીને સ્પીકરે શપથ લેવડાવ્યા

engineer rashid
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે એનઆઈએએ જેલમાં બંધ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રાશિદ ઉર્ફ એન્જિનિયર રાશિદને સંસદસભ્ય પદના શપથ લેવાની મંજૂરી આપી દીધી છે.
 
મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ઍડિશનલ સેશન જજ ચંદ્રજિતસિંહ આ મામલે આદેશ આપશે.
 
બારામુલાથી અપક્ષ લોકસભા ચૂંટણી જીતનાર એન્જિનિયર રાશિદની વર્ષ 2017માં આંતકી નાણા-પોષણના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.
 
સંસદસભ્યના શપથ લેવા અને પોતાનું કામકાજ સંભાળવા માટે રાશિદે અદાલતમાં વચગાળાના જામીન અથવા હિરાસતમાં પેરોલ માટે અરજી કરી હતી.
 
22 જૂનના અદાલતે મામલાને સ્થગિત કરતા એએનઆઈને જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું.
 
સોમવારે એએનઆઈના વકીલે કહ્યું કે રાશિદે એ શરતો પર જામીન આપવામાં આવ્યા છે કે મીડિયા સાથે વાત નહીં કરે અને તેઓ પોતાનું બધું કામ એક જ દિવસમાં ખતમ કરશે.
 
તો ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતીને સાંસદ બનેલા અફઝલ અંસારીએ પણ સોમવારે શપથ લીધા છે. કેટલાક કાયદાકીય મામલાના કારણે તેઓ અગાઉ શપથ નહોતા લઈ શક્યા.
 
સોમવારે તેમને સ્પીકર ઓમ બિરલાએ શપથ લેવડાવ્યા. અફઝલ અંસારીએ સ્પીકર ઓમ બિરલાનો આભાર માન્યો હતો.
 
સાથે જ નવા ફોજદારી કાયદા પર અંસારીએ કહ્યું કે આ કાયદા તો પહેલાંથી હતા, સરકારે માત્ર નામ બદલ્યાં છે.
 
અફઝલે કહ્યું, "કેટલાંક નામ બદલ્યાં છે બાકી કાયદામાં શું ફેરફાર છે તેનો અભ્યાસ કરવો પડશે... કાયદાવિદ અને તેના જાણકારો... દરેક કાયદો સારો હોય છે... તેનો દુરુપયોગ કરાય એ ખોટું છે. આ સરકારમાં સતત કાયદાનો દુરુપયોગ થતો રહ્યો છે. જૂના કાયદાનો પણ દુરુપયોગ કર્યો હતો અને હવે નવા કાયદાનો પણ દુરુપયોગ કરશે કે નહીં એ જોવાનું રહેશે."
 
ઉલ્લેખનીય છે કે જે સાંસદોએ શપથ નહોતા લીધા તેમાં એન્જિનિયર રાશિદ, અફઝલ અંસારી, અમૃતપાલસિંહ અને શત્રુઘ્ન સિન્હા સામેલ હતા.