1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (08:29 IST)

Farmers protest - ખેડૂત આંદોલનકારો પર ડ્રોનનો ઉપયોગ થયો

farmers protest
હાલમાં જ પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ‘દિલ્હી ચલો’ માર્ચમાં પ્રદર્શન કરી રહેલા સેંકડો ખેડૂત આંદોલનકારીઓ પર હરિયાણા પોલીસે ડ્રોનની મદદથી ટિયરગેસના સેલ છોડ્યા. જેની તસવીરો ખૂબ શૅર થઈ છે.
 
મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે ભારતમાં હરિયાણા પોલીસ પ્રથમ એવી ફોર્સ છે, જેણે ડ્રોન વડે ટિયરગેસના સેલ છોડ્યા છે. હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજિત કપૂર પ્રમાણે હરિયાણા પોલીસે આ પ્રકારે ટિયરગેસ સેલ છોડ્યા હોય એવો આ પહેલો કિસ્સો છે.
 
પ્રદર્શનકારી ખેડૂતો લઘુતમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિશનની તમામ ભલામણો લાગુ કરવાની માગ કરી રહ્યા છે, તો સામે સરકારનું કહેવું છે કે તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નથી માગતા.
 
“ઝડપથી હરિયાણા તરફથી ડ્રોન આવતું અને ટિયરગેસના સેલ છોડીને પાછું જતું રહેતું. સેલ પડતા જ ખેડૂત પાછા ખસી જતા, પરંતુ ફરીથી આગળ વધતા.”
 
અભિનવ પ્રમાણે ટિયરગેસ સેલથી નીકળી રહેલા ધુમાડાને દબાવવા ખેડૂતો તેમના પલળેલા કોથળા મૂકી દેતા, તેમજ ડ્રોનને પાડવા માટે પતંગો અને બૉલનો ઉપયોગ કરી રહ્યા હતા. સામસામે આવી જવાની આ સ્થિતિમાં ખેડૂત અને પોલીસકર્મી બંને ઈજાગ્રસ્ત થયા.