1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (14:08 IST)

આખરે ખેડૂતોની જીત, કાળા કૃષિ કાયદા પરત ખેંચવાનું બિલ લોકસભામાં પાસ

Farmers' victory in the end
આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા અંગેનું બિલ રજૂ કર્યું હતું જે પાસ થઈ ગયું છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તોમરે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષ ચર્ચાની માગણીને લઈ હંગામો કરી રહ્યું હતું. 
 
ત્યાર બાદ સ્પીકર ઓમ બિરલાએ 2:00 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહીને પણ 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે