રવિવાર, 14 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (10:59 IST)

આંદોલન પાછુ નહીં ખેંચાય, લખનઉમાં 22મીએ મહાપંચાયત, 29થી સંસદ કૂચ પણ કરાશે

અત્યારે આંદોલન પાછુ નહીં ખેંચાય, લખનઉમાં 22મીએ મહાપંચાયત, 29થી સંસદ કૂચ પણ કરાશે
આ અગાઉ શનિવારે બપોરે પંજાબના તમામ 32 યુનિયનોએ તેમની અલગ-અલગ બેઠક યોજી. તેમા MSPની માગને અગ્રિમતા સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે MSPને વિધેયક તરીકે રજૂ કરવા તથા વીજળી સુધારા બિલને સમાપ્ત કરવાની માગ માટે આગામી સમયમાં આંદોલન કેવી રીતે ચલાવવું તે અંગે પણ ખેડૂત નેતાઓ વિચારણા કરી રહ્યા છે. ​​​​​​​
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પણ ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ સાથે તેમની બે માગ અન્ય છે. MSPને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે અને વીજળી સુધારા કાયદાને રદ્દ કરવામા આવે. જ્યા સુધી આ બન્ને માગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી પોતાનો સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતાઓએ એમ પણ જણાવ્યું છે કે તેમને વડાપ્રધાન પર વિશ્વાસ નથી. માટે જ્યા સુધી સંસદમાં આ વિધેયક રદ્દ કરવામાં ન આવે ત્યા સુધી દિલ્હી બોર્ડર પરથી હટશે નહીં.