હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ, ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત અને બે ગુમ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે સવારે મંડી જિલ્લામાં ભારે વરસાદ બાદ બે લોકોના મોત થયા છે અને બે અન્ય ગુમ થયાના અહેવાલ છે. મંડીમાં પરિસ્થિતિ એવી છે કે સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ઘણા વિસ્તારોમાં કાટમાળ જમા થયો છે
આ સતત વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. જેમાં બે લોકોના મોત થયા છે અને બે લોકો ગુમ છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં કાટમાળ જમા થયો છે. આ બધું વાદળ ફાટવાના કારણે થયું છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ સતત વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મંડી પ્રાદેશિક હોસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યાં નજીકના નાળાઓમાં પાણી ભરાઈ રહ્યું છે.