બુધવાર, 15 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 15 ડિસેમ્બર 2021 (14:44 IST)

Fuel Tanker Explodes in Haiti- હૈતીમાં ટૅન્કર બ્લાસ્ટ, 60થી વધુનાં મૃત્યુ

Fuel Tanker Explodes in Haiti
સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, હૈતીના ઉત્તર ભાગમાં આવેલા કૅપ-હેતિયન શહેરમાં એક ઑઇલ ટૅન્કરમાં બ્લાસ્ટ થતાં 60થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અહેવાલો અનુસાર, આ ઘટના બની તે સમયે ઘણા લોકો ટૅન્કરમાંથી લીક થઈ રહેલું ઑઇલ લેવા માટે ભેગા થયા હતા.
 
બ્લાસ્ટ બાદ સ્થાનિક હૉસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઈ ગઈ છે.
 
વડા પ્રધાન એરિયલ હૅનરીએ ત્રણ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી શોકની જાહેરાત કરી છે.
 
બ્લાસ્ટના કારણે આસપાસનાં 20 જેટલાં ઘરોમાં પણ આગ લાગી ગઈ હતી.