1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:39 IST)

UP ઈલેક્શનમા ગુજરાત બીજેપીના નેતાઓ પણ ઉતરશે મેદાનમાં

2022માં પંજાબ અને યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે યુપી જીતવા માટે અત્યારથી કમર કસી છે. પ્રધાનમંત્રી મોદી પણ UP પર ખાસ ભાર આપી રહ્યા છે. અત્યારથી રેલીઑ અને વિકાસ કાર્યોના એક બાદ એક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં PM મોદી મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરી શકે છે. 
 
ભાજપા માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તેથી ભાજપે અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.ભાજપની આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજકોટ ભાજપ નેતાઓ પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે જશે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ભાજપના જુના અને ચૂંટણીના ચક્રવ્યૂહના માહિર નેતાઓ દોઢ મહિના સુધી ચૂંટણી પ્રચારમાં ઉતરશે.ભાજપ સંગઠન દ્વારા પાંચ અનુભવી નેતાઓને પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. 
 
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ નેતા ધનસૂખ ભંડેરી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાંનગડ, કશ્યપ શુક્લ અને જયમીન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ ભૂતકાળમાં અનેક જ્વાબદારી સંભાળી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના અવધ  ક્ષેત્રની 71 બેઠક પર ભાજપને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ પાંચ નેતાને અવધ ક્ષેત્રની જવાબદારી અપાઈ છે