શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (17:16 IST)

ભાજપ ઈલેક્શન મોડમાં:ભાજપનો 'વન-ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના થયા બાદ સરકાર અને પક્ષ લેવલે લોકસંપર્કને વિશેષ મહત્વ આપવામા આવી રહ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા આજે વલસાડના વાપીમાં વન ડે વન ડિસ્ટ્રિક્રટ કાર્યક્રમની જાહેરાત કરવામા આવી હતી. પાટિલે કહ્યું હતું કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે. જેમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક સમય આપી લોકો અને પક્ષના કાર્યકર્તાઓને સાંભળશે.
 
વલસાડ જિલ્લાના વાપી વી.આઈ.એ ગ્રાઉન્ડ ખાતે નૂતનવર્ષા અભિનંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાપી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમને લઈને તમામ નેતાઓ અને આગેવાનો દ્વારા તમામ જિલ્લાની મુલાકાત લેવામાં આવશે અને તમામ કાર્યકર્તાઓને સાંભળશે. સાથે સાથે તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સભા પણ ઓછી કરવાના સંકેત આપવામાં આવ્યા છે. કાર્યકર્તાઓ વધુ કાર્ય કરે એ માટે હવે પછી આવનારા ઇલેક્શન સુધી સભા ઓછી કરવા માટેની જાહેરાત પાટીલે કરી હતી