સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2024 (16:15 IST)

GCAS પોર્ટલનો વિરોધઃ ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીને તાળુ માર્યું, પોલીસે તોડ્યું

d


GCAS Portal controversy- સમગ્ર ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. GCAS પોર્ટલમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી શક્યા છે. જેથી GCAS પોર્ટલ નિષ્ફળ હોવાનો ABVP એ આક્ષેપ કર્યો છે. ABVP એ શિક્ષણમંત્રી હાય હાયના સુત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સીટીને તાળું માર્યું હતું.રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને ‘શિક્ષણમંત્રી હાય હાય’ના નારા લગાવ્યા હતા. આ વિરોધ વચ્ચે ABVPના કાર્યકરો અને પોલીસે વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
 
કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી બહાર ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સુત્રોચ્ચાર સાથે કાર્યકરો યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા.યુનિવર્સિટી ટાવર પાસે GCAS પોર્ટલ અંગે નાટક રજૂ કર્યું હતું. ટાવરમાં પહોચીને કાર્યકરોએ દરવાજો બંધ કરીને તાળું મારી દીધું હતું.કેટલાક પોલીસ કર્મચારીઓની યુનિવર્સિટી ટાવરની અંદર પુરીને તાળું મારી શિક્ષણમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઘટનાની પોલીસે હથોડી વડે તાળુ તોડી નાખ્યું હતું.આ દરમિયાન ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું.  
aa
વડોદરામાં GCAS પોર્ટલની અર્થી કાઢી
ABVP ના નેતા સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે GCAS પોર્ટલ નિષ્ફળ નિવડયું છે.9 લાખની જગ્યા છે જેમાંથી 4 લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.માત્ર 1 લાખ વિદ્યાર્થીઓએ જ એડમિશન મેળવ્યું છે.અમારી સરકારને ચેતવણી છે કે આગામી 48 કલાકમાં GCAS પોર્ટલ પર થતી સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે નહિ તો આગામી 48 કલાક બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે પ્રક્રિયા GCAS પોર્ટલ થકી થઇ રહી છે. જેમાં અનેક ક્ષતિઓનો લઇને વિદ્યાર્થીઓમાં રોષ છે. ત્યારે આજે ABVPના કાર્યકરોએ વડોદરાના ફતેગંજ સર્કલથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી રેલી કાઢી હતી અને હેડ ઓફિસ પહોંચીને અચાનક જ GCAS પોર્ટલની અર્થી કાઢી હતી.