ગોવા દુર્ઘટના - પત્નીને બહાર ધકેલી, 3 બહેનોને બચવવા ગયા ને આગમાં હોમાયા.. દિલ્હીના પરિવરની દર્દનાક સ્ટોરી
ગોવા ફરવા પહોચેલા દિલ્હીના એક પરિવારની મસ્તીભરી ટ્રિપ શનિવારે રાત્રે પંજિમના અર્પોરા સ્થિત Birch by Romeo Lane નાઈટક્લબમા લાગેલી આગ પછી માતમમાં ફેરવાય ગઈ. દિલ્હીથી આવેલી આ ફેમિલીના ચાર સભ્યોનુ દર્દનાક મોત થઈ ગયુ. દુર્ઘટનાની એકમાત્ર જીવીત બચેલી સભ્ય ભાવના જોશી છે. જેની સામે આખો પરિવાર આગમાં લપેટાય ગયો.
ગોવા ટ્રિપ પર ગયો હતો પરિવાર
પરિવાર 4 ડિસેમ્બરના રોજ ગોવા પહોચ્યો હતો અને બાગા સ્થિત એક હોટલમાં રોકાયો હતો. શનિવારે રાત્રે તે 15 મિનિટ પહેલા જ ક્લબમાં પ્રવેશ્યો હતો કે અચાનક આગ ફેલાવવી શરૂ થઈ ગઈ. પોલીસના મુજબ બહાર નીકળવાની કોશિશમાં મચેલી અફરા તફરીમાં ભાવના પતિ વિનોદ કુમારે તેને મુખ્ય દરવાજા પરથી ધક્કો મારીને બહાર ધકેલી અને તેનો જીવ બચાવ્યો.
ભાવનાને બહાર ધક્કો મારીને વિનોદે બચાવ્યો જીવ
પણ વિનોદ જ્યારે ક્લબની અંદર ફસાયેલી ભાવનાની ત્રણ બહેનો - અનીતા, સરોજ અને કમલાને બચાવવા ફરીથી અંદર ગયો તો તે ઝડપથી ફેલાય રહેલી આગની ચપેટમાં આવી ગયો અને ચારેયનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ.
ક્લબની બહાર ઉભેલી ભાવના વારેઘડીએ પતિને ફોન કરતી રહી. ફોનની બેલ વાગી રહી હતી પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ગભરાયેલી ભાવનાએ પોતાની હોટલના રિસેપ્શન પર પણ મદદ માટે ફોન કર્યો.
રાહ જોઈ રહી ભાવના
રાહ જોતા જોતા જ્યારે ક્લબમાંથી અંતિમ લાશ પણ બહાર લાવવામાં આવી તો ભાવનાની આશા તૂટી ગઈ. હોટલ સ્ટાફે તેને સાચવી. જ્યારે કે તે બેશુદ્ધ સ્થિતિમાં ક્લબની બહાર બેસી રહી.
ઘટનાના સમાચાર મળતા જ જોશી પરિવાર દિલ્હીથી ગોવા પહોચ્યો. એક સંબંધીએ કહ્યુ કે બાળકો ઘરે રાહ જોઈ રહ્યા છે. અમે તેમને અત્યાર સુધી તેમને ચારેયની મોતને લઈને કશુ બતાવ્યુ નથી. ફક્ત બે બહેનોની મોતના સમાચાર આપ્યા. બાઈ બે ને ગાયબ બતાવી છે. અમારે ફક્ત તેમના શબ લઈને બહાર જવાનુ છે. એક વધુ પરિજને ખૂબ જ તૂટેલા સ્વરે કહ્યુ મારા ભાભીની હાલત જુઓ.. આખુ શરીર બળી ચુક્યુ છે. ત્વચા પણ નથી બચી.