સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (16:11 IST)

GST on Public Toilets - જાહેર શૌચાલયમાં પણ GST- દેશવાસીઓના આવી ગયા અચ્છે દિન

શૌચાલયમાં પણ જીએસટી લાગી શકે તેવી ઘટના આઝાદી બાદ પ્રથમ વખત મોદી રાજમાં સામે આવી છે. પંજાબમાં રોડવેજ બસ સ્ટેન્ડ પર સુલભ શૌચાલયની આ રસીદ છે. જેમાં 5 રૂપિયા શૌચ કરવાના અને એક રૂપિયો જીએસટી લગાવ્યો છે. આમ કુલ 6 રૂપિયા થયા છે હલ્કા થવાના. મોંઘવારી એટલી છે કે, ગરીબો ખાઈ પણ ન શકે અને જો સંડાસ કરે તો પણ ટેક્સ.
 
આ બાજૂ બિહારમાં પણ શૌચ કરવા ગયેલા કેટલાય લોકોની ધરપકડ કરી લીધી છે. તેમના પર આરોપ હતો કે, આ લોકો ખેતરમાં હળવા થવા જાય છે, જેના કારણે ગંદકી ફેલાઈ છે. બિચારા એ લોકો પણ વિચારતા હશે કે, આનાથી સારૂ તો, અંગ્રેજોનું શાસન હતું. કમ સે કમ આરામથી કોઈ પણ ટેક્સ આપ્યા વગર શાંતિ હળવા તો થઈ શકતા.