ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2024 (23:37 IST)

UP: હાથરસના સિકંદરરાઉમાં સત્સંગ દરમિયાન નાસભાગ, 116 લોકોના મોત, અનેક ઘાયલ

Hathras Satsang Stampede:ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 100થી વધુ શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશના આગરા ઝોનના એડીજી કાર્યાલયે તેની પુષ્ટિ કરી છે. એડીજી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે જેને કારણે મૃતકોની સંખ્યા પછી ખબર પડશે.
 
અહીં ભોલેના ઉપદેશ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. સેંકડો લોકો આમાં પડ્યા અને અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા. બેભાન લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 20 શ્રદ્ધાળુઓના મૃતદેહ ઇટાહ મોકલવામાં આવ્યા છે. ઘણા શબને હાથરસ અને અલીગઢ લાવવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે અલીગઢ અને હાથરસ મોકલવામાં આવ્યા છે.
 
કહેવાય છે કે હાથરસના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો ઉપદેશનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ધાર્યા કરતા વધુ ભીડ ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા.

 
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પણ ઉત્તર પ્રદેશ સીએમઓએ એક નિવેદન જાહેર કરીને હાથરસમાં થયેલી દુર્ઘટનામાં મૃતકોના શોક સંતપ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 
 
નિવેદન અનુસાર, "મુખ્યમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા અને સ્થળ પર રાહતકાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્ત્વમાં ઘટનાના કારણોની તપાસના આદેશ આપ્યા છે.”

Edited By- Monica sahu