રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (08:11 IST)

MPના ગુનામાં ભયાનક અકસ્માત, 13 લોકોના મોત

guna bus accident
મધ્યપ્રદેશના ગુનામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે.  મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાતા આગ લાગી હતી જેમાં 13 લોકોના મોત થયા છે

ગુનાના દુહાઈ મંદિર પાસે બુધવારે રાત્રે આરોન જતી ખાનગી બસમાં આગ લાગી ત્યારે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી હતી અને જેમાં 13 લોકોના મોત થયા છે. બસમાં મુસાફરોની સંખ્યા 30 આસપાસ હતી. દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા છે.