સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સિરસા. , શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (17:37 IST)

ડેરા સચ્ચા સૌદાના ત્રીજા ગુરૂ છે રોકસ્ટાર બાબા,જાણો કેવી રીતે બન્યા Ram Rahim

સાધ્વી યૌન શોષણ મામલે ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમને શુક્રવારે દોષી જાહેર કરવામાં અવ્યા છે. તેમને હવે કેટલી સજા થશે તેનો નિર્ણય 28 ઓગસ્ટે થશે. ગુરમીત રામ રહીમ ડેરા મુખી બનતા પહેલા ગુરમીત સિંહના નામથી ઓળખતા હતા. આવો જાણો તેમના વિશે 
 
- ગુરમીત રામ રહીમ 15 ઓગસ્ટ 1967ના રોજ શ્રીગંગાનગર જીલ્લાના ગુરુસર મોદિયામાં જાટ સિખ પરિવારમાં જન્મ્યા હતા. 
- તેમના પિતાનુ નમ મધર સિંહ અને માતાનું નસીબ કૌર છે 
- તેઓ અભ્યાસ ઉપરાંત રમતમાં પણ ઉત્કૃષ્ટ હતા અને સારા ખેલાડી હતા 
- અભ્યાસ છોડ્યા પછી તેમને લગ્ન કરી લીધા હતા 
- લગ્ન પછી તેમના ઘરે એક પુત્ર અને બે પુત્રીઓ જન્મી 
- ત્યારબાદ 1990માં તેમણે ડેરામાં સેવા શરૂ કરી અને ત્યા રહેવા લાગ્યા 
 
- 29 એપ્રિલ 1948ના રોજ સાવન સિંહ મહારાજના આશીર્વાદથી મસ્તાના જી મહારાજએ ડેરા સચ્ચા સૌદાની સ્થાપના કરી. 
- 1960 માં બ્લોચિસ્તાની સંત મસ્તાના જી મહારાજનુ મૃત્યુ થઈ ગયુ. ત્યારબાદ શાહ સતનામ સિંહ ડેરાની ગાદી પર બેસ્યા 
- આ દરમિયાન ગુરમીત રામ રહીમે ડેરામાં સેવા શરૂ કરી. સેવા કરતા કરતા શાહ સતનામ સિંહના ખૂબ જ નિકટના બની ગયા. 
- 1989માં શાહ સતનામ સિંહે ગાદી છોડવાની ઈચ્છા બતાવી અને પોતાના ઉત્તરાધિકારી શોધવાનું નક્કી કર્યુ 
- 23 સપ્ટેમ્બર 1990ના રોજ શાહ સતનામ સિંહે ગુરમીત સિહને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી ગાદી પર બેસાડી દીધા 
- ગુરમૈત સિંહ ગાદી પર બેસ્યા પછી ડેરાએ ખૂબ વિકાસ કર્યો અને ડેરાને સંપત્તિ અને સમર્થકોની સંખ્યામાં વધારો થયો 
- સર્વધર્મને જોડવા માટે ગુરમીત સિંહે પોતાના નામ પાછળ ગુરમીત રામ રહીમ જોડી દીધુ. આ સાથે તેઓ ઈંસા પણ લખવા લાગ્યા.. જેનો અર્થ ઈંસાન છે.