ઈન્દોરના ભંડારામાં સેવ નુકતીને લઈને વિવાદ, યુવકની હત્યા
મૃતક ધર્મેન્દ્રના ભાઈ દેવેન્દ્રએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર દુકાનમાંથી ભંડારાના ભોજન સાથે સેવ અને નુક્તી અલગથી લાવ્યો હતો. જેની પણ આરોપીઓએ માંગણી કરી હતી. જ્યારે ધર્મેન્દ્રએ આપવાની ના પાડી તો આરોપીએ તેની સાથે દલીલ કરી.
ઈન્દોરમાં આયોજિત ભંડારામાં જમતી વખતે થયેલા વિવાદમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. ભંડારા દરમિયાન યુવકે સેવ અને નુક્તી માંગી હતી. આ બાબતે તેનો ત્રણ આરોપીઓ સાથે વિવાદ થયો હતો. દરમિયાન એક યુવકે તેના પર છરીના ઘા ઝીંકી દીધા હતા
પરિવાર ઘાયલ યુવકને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના કુલકર્ણી ભટ્ટ વિસ્તારમાં બની હતી. અહીં શુક્રવારે રાત્રે શિવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.