1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રોહતક , શનિવાર, 1 જુલાઈ 2017 (14:48 IST)

Killer Paratha - 50 મિનિટમાં ખાઈ લેશો આ 3 પરાઠા તો આખી જીંદગીનુ ખાવાનું મળશે ફ્રી !!

. તમે હાઈવે પર ઢાબા પર ખાવાનુ તો ખૂબ ખાધુ હશે પણ આ સાઈઝના પરાઠા ક્યારેય નહી ખાધા હોય. રોહતક દિલ્હી બાયપાસ પર તપસ્યા પરાઠા જંકશનના ત્રણ પરાઠા ખાવા પર એક લાખ રૂપિયાનુ ઈંશ્યોરેંસ, 1 લાખ રૂપિયા કેશ અને આખી જીંદગી ફ્રી ખાવાનું આપવાનુ અનોખુ ઈનામ રાખવામાં આવ્યુ છે.  અત્યાર સુધી રોહતકના અશ્વિની અને મધ્યપ્રદેશથી માહરાજે જ આ પડકારને પુરો કરી ઈનામ મેળવ્યુ છે.  તપસ્યાના માલિક મુકેશ ગહલાવતે જણાવ્યુ કે તેઓ 10 વર્ષથી આ કામ સાથે જોડાયેલા છે. 
 
ગહલાવતે પોતાની પુત્રીના નામ(તપસ્યા ઢાબા)આ ઢાબો ખોલ્યો છે. તેમણે જણાવ્યુ કે તેમનો પરાઠા લગભગ 2 ફીટનો છે. જેનુ વજન 1200 ગ્રામ છે. મધ્યપ્રદેશના મહારાજે 50 મિનિટમાં 4 પરાઠા ખાધા છે. બીજી બાજુ રોહતકના અશ્વીનીએ 40 મિનિટમાં 3 પરાઠા ખાઈને ઈનામ જીત્યુ છે. દૂર દૂરથી લોકો અહી પરાઠાનો સ્વાદ લેવા આવે છે. 
 
તપસ્યા પરાઠા જંક્શનના સંચાલક મુકેશે જણાવ્યુ કે તેમણે 2008થી 2 ફુટના પરાઠા બનાવવા શરૂ કર્યા હતા.  તેમની ત્યા દેશ વિદેશથી લોકો પરાઠા ખાવા માટે આવતા હતા.  ગયા વર્ષે ભૈસરુના અશ્વિનીએ ત્રણ પરાઠા ખાઈને પડકાર પુરો કર્યો.  હવે પરાઠા જંક્શન તેમને એક વર્ષથી ફ્રી ખાવાનુ ખવડાવી રહ્યા છે.  ત્યારબાદ અત્યાર સુધી કોઈએ પણ આ પડકાર પૂરો કર્યો નથી. 
 
પરાઠાની ખાસિયત 
 
વ્યાસ - 2 ફુટ 
વજન - 1200 ગ્રામ 
સ્ટફિંગ - 700 ગ્રામ 
કિમંત - 150-350 રૂપિયા 
વેરાયટી - 40